સામાન્ય રીતે બહુ જૂજ લોકો હશે જેને ચોરી અને રિંગણા ભાવતાં હોય. પરંતુ આ બંને શાકભાજી અનેક વિટામિનથી ભરપૂર હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. રોગપ્રતિકારક શક્તિ હોય કે મેદસ્વિતા દરેકમાં તમને ચોરી અને રિંગણાનું સેવન લાભદાયક નિવડે છે.
સ્વાદમાં પાછા પડતાં આ બંને શાકભાજીને જો સ્વાદિષ્ટ, ચટાકેદાર બનાવીએ તો તેનું સેવન કરવામાં પણ મજા આવે. તેથી સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેને ધ્યાનમાં રાખીને આજે વાત કરીશું ચોરી રિંગણાના શાકની. તો શરૂ કરીએ આ શાક બનાવવા માટે જરૂરી સાધન-સામગ્રીથી.
ચોરી રિંગણાનું શાક બનાવવાની રીત
Chori Ringan Nu Shaak Recipe In Gujarati - ચોરી રિંગણાનું શાક
Equipment
- કડાઈ (જો કડાઈ ન હોય તો કૂકર પણ ઉપયોગ કરી શકાય)
- મોટો ચમચો
Ingredients
- ½ કપ તેલ
- 1 ચમચી રાય
- 1 ચમચી જીરૂ
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 કપ સમારેલી ચોરી
- 1 કપ સમારેલા રિંગણા
- 1 ચમચી લાલ મરચાનો પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- સ્વાદ અનુસાર નમક
- 1 કપ પાણી
Instructions
- સૌથી પહેલાં સ્ટવ પર કડાઈ મૂકો અને સ્ટવ ચાલુ કરો. તેમાં ½ કપ તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી રાય મૂકો. હવે તેમાં 1 ચમચી જીરૂ ઉમેરો. તેને મિક્સ કરી કકળવા દો.
- હવે તેમાં 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. તેને યોગ્ય રીતે મિક્સ કરો.
- હવે તેમાં 1 કપ સમારેલી ચોરી અને 1 કપ સમારેલા રિંગણા ઉમેરો.
- તેને મિક્સ કરીને 1 મિનિટ સુધી સાંતળતા રહો.
- હવે તેમાં 1 ચમચી લાલ મરચાનો પાવડર, ½ ચમચી હળદર, ½ ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને તેને બરાબર રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં 1 કપ પાણી ઉમેરો. યોગ્ય રીતે મિક્સ કરી લો.
- તેને ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દો.
- 10 મિનિટ પછી ચડી ગયું છે કે કેમ તે છરીની મદદથી ચકાસી લો. જો શાક હજુ ચડ્યું ન હોય તો તેને હજુ થોડી મિનિટો રહેવા દો અને જો ચડી ગયું હોય તો તેને કડાઈમાંથી બાઉલમાં કાઢી લો.
- તો બસ તૈયાર છે સ્વાદિષ્ટ ચોરી રિંગણાનું શાક.
Video
Notes
- સૌ પ્રથમ ચોરી અને રિંગણાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
- હવે ચોરી અને રિંગણાને સમારી લો.
- સ્વાદ માટે આદુ લસણની પેસ્ટ બનાવી લો.
શાકને સ્ટોર કઈ રીતે કરવું? :
- ચોરી રિંગણાનું શાક બનાવ્યા પછી તેને ગરમા ગરમ જ ઉપયોગ કરી લેવો જોઈએ. જો તેને સ્ટોર કરવું હોય તો તે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને બાઉલમાં કાઢી લો અને એક જારી અથવા પ્લેટ ઢાંકીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. જો કે ફ્રીઝમાં લાંબો સમય સ્ટોર કરીને પછીથી ખાવાથી તેનો સ્વાદ જળવાતો નથી. તેથી તેનો સ્ટોર કરવાની ટાળવું.
શાક ખાવાની રીત :
ચોરી રિંગણાનું શાક અનેક લોકો ભાત સાથે પણ ખાતાં હોય છે. અથવા તો તમે રોટલી અને પરોઠા સાથે પણ તેની મોજ માણી શકો છો. અને સાથે ઠંડી મસાલેદાર છાશની મજા પણ માણી શકો છો.
અન્ય ટિપ્સ :
- ચોરી રિંગણાના શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે લીલા વટાણા અને ટમેટાં પણ ઉમેરી શકો છો.
- કડાઈના બદલે તમે કુકરનો પણ ઉપયોગ કરી શકો છો. કુકરમાં મૂકીને 2 સિટી વગાડવી.
- ચોરી રિંગણાના શાકમાં ચણાનો લોટ પણ ઉમેરી શકાય છે.
- જો શાક વધારે રસાવાળુ રાખવું હોય તો તેમાં પાણી વધુ ઉમેરવું.
આ બીમારીઓ સામે રક્ષણ આપશે ચોરી અને રિંગણા :
સામાન્ય રીતે ઉનાળા કરતાં શિયાળામાં તમને અનેક ગુણકારી શાકભાજીઓની વેરાયટી મળી રહેશે. પરંતુ ઉનાળામાં ઉપલબ્ધ થતી ચોરી તમને અનેક ગંભીર બિમારી સામે રક્ષણ આપશે. જેમકે,
- ચોરીમાં પર્યાપ્ત માત્રામાં ડાયટરી ફાઈબર્સ અને કાર્બોહાઈડ્રેટ્સ મળી આવે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે આદર્શ માનવામાં આવે છે.
- તેમાં મળી આવતાં વિટામિન એ, કે અને સિલિકોન જેવા તત્વો હાડકાં માટે ખૂબ લાભકારી હોય છે.
- તેમાં રહેલું કૈરોટીનોઈડ્સ નામનું તત્વ આંખો માટે ફાયદાકારક હોય છે.
- તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે, જે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે.
તો રિંગણા પણ અનેક વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
- રિંગણામાં મળી આવતાં આયર્ન, ઝીંક, ફોલેટ અને વિટામિન એ, બી અને સી જેવાં તત્વો યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
- રિંગણામાં ફાઈબર હોવાને લીધે તે પાચન સંબંધી બિમારીઓને દૂર કરે છે.
- રિંગણામાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાને લીધે તેનું નિયમિત સેવન કરવાથી એનીમિયાની સમસ્યા દૂર થાય છે.
- રિંગણામાં ફેટની માત્રા ખૂબ ઓછી હોય છે તેથી વજન ઘટાડવા માંગતા લોકો માટે તેનું સેવન ફાયદેમંદ સાબિત થાય છે.
સારાંશ :
અનેક લોકોની ફરમાઈશ પર આજે વાત કરી ચોરી રિંગણાના શાકની. તમને આ રેસિપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો અને હવે તમે કઈ રેસિપી જાણવા માંગો છો તે પણ જણાવશો. તો મિત્રો ફરીથી મળીશું આવી જ સ્વાસ્થ્યપ્રદની સાથે સ્વાદિષ્ટ અને ચટાકેદાર રેસિપી સાથે.