આમ જોવા જઈએ તો અનેક રેસિપી એવી છે જે વટાણા વગર અધુરી છે. કોઈ પણ રેસિપીને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડા વટાણા પૂરતાં છે. જો કે સ્વાદની સાથે જ આ વટાણા અનેક ગુણોથી ભરપૂર હોય છે જે અનેક ગંભીર બિમારી સામે રક્ષણ આપે છે. તો ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આજે આ જ વટાણા અને સૌના પ્રિય બટેટાની સ્વાદિષ્ટ રેસિપી બનાવીશું. તો શરૂ કરીએ વટાણા બટેટાનું શાક બનાવવાની જરૂરી સાધન અને સામગ્રી સાથે.
વટાણા બટેટાનું શાક બનાવવાની રીત :
વટાણા બટેટાનું શાક | Vatana Bateta Nu Shaak Recipe In Gujarati
Equipment
- કડાઈ
- ચમચો
- બાઉલ
Ingredients
- 1 ચમચી તેલ
- જીરૂ
- મીઠા લિમડાના 5-6 પાંદડા
- હીંગ
- સમારેલી કોથમીર
- હળદરનો પાવડર
- 1 ચમચી લાલ મરચાનો પાવડર
- 1 ચમચી ધાણાજીરૂ
- 1 કપ સમારેલા ટામેટા
- ½ ઝીણી સમારેલી ડુંગળી
- 1 કપ છાલ ઉતારી સમારેલા બટેટા
- 1 કપ વટાણા
- સ્વાદ અનુસાર નમક
- એક કપ પાણી
- ગોળ વૈકલ્પિક
Instructions
- સૌથી પહેલાં કડાઈ લો. તેને સ્ટવ પર ધીમી આંચ પર મૂકો. હવે તેમાં એક ચમચી તેલ મૂકો. તેમાં એક ચમચી જીરૂ, મીઠા લિમડાના 5-6 પાંદડા, 1 ચમચી હીંગ, 1 ચમચી સમારેલી કોથમીર, 1 ચમચી હળદરનો પાવડર, 1 ચમચી લાલ મરચાનો પાવડર અને 1 ચમચી ધાણાજીરૂ ઉમેરો. આ બધું યોગ્ય રીતે મિક્સ કરો.
- હવે તેમાં એક કપ ઝીણાં સમારેલાં ટામેટાં ઉમેરો. હવે તેને 2 મિનિટ સુધી સાંતળતા રહો.
- પછી તેમાં ½ કપ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.
- હવે તેમાં 1 કપ સમારેલા બટેટા ઉમેરો.
- ત્યાર પછી તેમાં 1 કપ વટાણા ઉમેરો. તેને યોગ્ય રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરો, ત્યાર બાદ તેમાં 1 કપ પાણી ઉમેરો. હવે બધું યોગ્ય રીતે મિક્સ કરી લો.
- પછી કડાઈને ઢાંકી દો. આ મિશ્રણમાં તમે ઈચ્છો તો ગોળ (વૈકલ્પિક) પણ ઉમેરી શકો છો.
- હવે તેમાં લીલું મરચું અને સમારેલી કોથમીર ઉમેરો. તેને યોગ્ય રીતે મિક્સ કરી લો.
- હવે તેને કડાઈમાંથી બાઉલમાં લઈ લો. તો બસ તૈયાર છે સ્વાદિષ્ટ વટાણા બટેટાનું શાક.
Video
Notes
- વટાણા બટેટાનું શાક બનાવતાં પહેલાં ટમેટા સમારી લો.
- એ પછી બટેટાને સાફ કરીને તેની છાલ કાઢી સમારી લો.
- સ્વાદ અનુસાર ઝીણી ડુંગળી સમારી લો. આ બધું જ શાક બનાવવાની શરૂઆત કરતાં પહેલાં તૈયાર કરી લો.
વટાણા બટેટાના શાકને ખાવાની રીત :
- વટાણા બટેટાના શાકને તમે ગરમાગરમ રોટલી અથવા પરોઠા સાથે પણ ખાઈ શકો છો. જો રોટલી સાથે ખાવું હોય તો આ શાક રસાવાળુ રાખવું અને જો આ શાક પૂરી સાથે ખાવા માંગતા હોય તો તેને રસા વગરનું રાખી શકાય. રસાવાળુ શાક બનાવવા માટે પાણીનો વધારે ઉપયોગ કરવો.
અન્ય ટિપ્સ :
- વટાણા બટેટાના શાકમાં તમે ટમેટાં પણ ઉમેરી શકો છો.
- સ્વાદ અનુસાર શાકમાં આદુ લસણની પેસ્ટ પણ નાંખી શકાય.
- કાચાની જગ્યાએ બાફેલા બટેટાનો પણ ઉપયોગ કરી શકાય.
વટાણા બટેટાના શાકને સંગ્રહ કરવાની રીત :
વટાણા બટેટાનું શાક તૈયાર કર્યા પછી તે રૂમ ટેમ્પરેચરે આવે ત્યાં સુધી તેને બહાર જ રાખો એ પછી તેને બાઉલમાં ઢાંકીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. જો કે કોઈ પણ શાક લાંબો સમય સ્ટોર કરવાથી તેનો સ્વાદ જળવાતો નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી ઘરમાં ગરમ જ ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો. અથવા તો 12 કલાકની અંદર તેનો ઉપયોગ કરી લેવો.
વટાણામાંથી મળતાં વિટામિન :
વટાણામાં વિટામિન એ, B-1, B-6, વિટામિન સી અને K પ્રચુર માત્રામાં મળી આવે છે. તેથી જ વટાણાને વિટામિનનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. વટાણામાં કેલેરી ખૂબ ઓછી અને ફાયબર, પ્રોટીન, મેંગેનીઝ, આયર્ન અને ફોલેટ ભરપૂર માત્રામાં મળી આવે છે
વટાણામાં આયુર્વેદિક ગુણો હોવાથી તે સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળ માટે પણ ગુણકારી છે. વટાણા વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ થાય છે. તો કેન્સર સામે પણ રક્ષણ આપે છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. અલ્ઝાઈમર સામે પણ રક્ષણ આપે છે. આર્થરાઈટીસ, ડાયાબિટીસ તથા હાડકાંને પણ મજબૂતી આપે છે.
કોઈ પણ ઋતુમાં માણો વટાણા બટેટાના શાકની મોજ :
સામાન્ય રીતે વટાણાની ઋતુ નવેમ્બર માસમાં શરૂ થઈ જતી હોય છે અને માર્ચના અંત સુધી બજારમાં સતત લીલા વટાણાની આવક થતી રહે છે. પરંતુ હવે તમે કોઈ પણ ઋતુમાં માણી શકો છો વટાણા બટેટાના શાકની મોજ. એના માટે તમારે વટાણાને પ્રિઝર્વ કરવાના રહેશે. વટાણાને પ્રિઝર્વ કરવા માટે તાજા, નરમ અને સારી ક્વોલિટીના વટાણાનો ઉપયોગ કરવો.
વટાણાને પ્રિઝર્વ કરવા માટે 700 ગ્રામ વટાણા અને 2 ચમચી નમકની જરૂર પડશે. સૌથી પહેલાં વટાણાને પાણીમાં બે વખત સારી રીતે ધોઈને વધારાનું પાણી કાઢી નાંખો.
હવે એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં નમક નાંખો. પછી તેમાં વટાણા નાંખી 2 મિનિટ સુધી ઉકાળો. પછી સ્ટવ બંધ કરી દો. વટાણાને ચારણીમાં નાંખી વધારાનું પાણી કાઢી નાંખો. હવે બીજા વાસણમાં બરફનું ઠંડુ પાણી લઈ તેમાં વટાણા નાંખો. હવે તેને ચારણીમાં લઈ વધારાનું પાણી કાઢી લો. હવે વટાણાને કપડામાં નાખી થોડી વાર સુકાવા દો. હવે વટાણાને ઝિપ લોક પોલીથિન બેગમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી દો.
તો આ રીતે તમે આખું વર્ષ પૌષ્ટિક લીલા વટાણાનો ઉપયોગ કરી શકો છો.
સારાંશ :
તો મિત્રો આ છે વટાણા બટેટાના શાકની રેસિપી. તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો અને હવે પછી તમે કઈ રેસિપી જાણવા માંગો છો તે પણ જણાવશો. તો હવે અમે ફરી મળીશું આવી જ સ્વાદિષ્ટ રેસિપી સાથે.