આમ તો ફણસીનો ઉપયોગ પંજાબી શાક અને સૂપને સ્વાદિષ્ટ બનાવવા માટે થતો હોય છે, પરંતુ અનેક વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર ફણસીનું શાક પણ બનાવી શકાય. ફણસીને ડાન્સ પણ કહે છે. આ ફણસીને નાના મોટા સૌનાં મનપસંદ બટેટા સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. જે તમારા આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી બનશે. તો આજે આવું જ ચટાકેદાર ફણસી બટેટાનું શાક બનાવવાની રેસિપી વિશે વાત કરીશું. તો શરૂ કરીએ ફણસી બટેટાનું શાક બનાવવા માટે જરૂરી સાધન-સામગ્રીથી.
ફણસી બટેટાનું શાક બનાવવાની રીત :
ફણસી બટેટાનું શાક - Fansi Bateta Nu Shaak Recipe In Gujarati
Equipment
- કડાઈ (પ્રેશર કુકર પણ ઉપયોગમાં લઈ શકો)
- મોટો ચમચો
- મોટું બાઉલ
Ingredients
- 2 નંગ સમારેલાં લીલાં મરચાં
- 1 ચમચી લાલ મરચાનો પાવડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી જીરૂ
- 1 ચમચી ગરમ મસાલો
- સ્વાદ અનુસાર નમક
- ½ કપ આદુ લસણની પેસ્ટ
- 1 કપ સમારેલા બટેટા
- 1 કપ સમારેલી ડુંગળી
- 1 કપ સમારેલા ટામેટા
- 1 કપ સમારેલી ફણસી
- ½ કપ તેલ
Instructions
- એક કડાઈ લઈ તેને સ્ટવ પર મૂકો. સ્ટવ ચાલુ કરો અને ધીમી આંચ રાખો. તેમાં ½ કપ તેલ મૂકો. તેલ ગરમ થાય એ પછી તેમાં 1 ચમચી જીરૂ ઉમેરો. હવે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરો. બધુ જ બરાબર રીતે મિક્સ કરો અને તેને કકળાવા દો.
- હવે તેમાં સમારેલા 2 લાલ મરચા ઉમેરો. 1 કપ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. આ બધું યોગ્ય રીતે મિક્સ કરીને તેને 1 મિનિટ સુધી સાંતળતા રહો.
- હવે તેમાં ½ કપ સમારેલા ટામેટા ઉમેરો. તે જ્યાં સુધી યોગ્ય રીતે અન્ય સામગ્રી સાથે ભળી ન જાય ત્યાં સુધી તેને સાંતળતા રહો.
- 1 ચમચી લાલ મરચાનો પાવડર, સ્વાદ અનુસાર નમક, ½ ચમચી હળદર, ½ ચમચી ગરમ મસાલો ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરો.
- હવે તેમાં 1 કપ સમારેલી ફણસી, 1 કપ સમારેલા બટેટા ઉમેરીને તેને બરાબર રીતે મિક્સ કરી લો.
- ત્યાર પછી તેમાં ½ કપ પાણી ઉમેરો.
- હવે કડાઈને ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દો.
- 10 મિનિટ પછી બટેટા યોગ્ય રીતે ચડી ગયા છે કે કેમ તે ચકાસી જુઓ. જો ચડ્યા ન હોય તો હજુ થોડી મિનિટો સુધી ચડવા દો.
- બાદમાં તેને કડાઈમાંથી બાઉલમાં કાઢી લો. તો બસ તૈયાર છે સ્વાદિષ્ટ ફણસી બટેટાનું શાક.
Video
Notes
- સૌથી પહેલાં આદુ લસણને વાટીને પેસ્ટ બનાવી લો.
- જરૂરીયાત મુજબ બટેટા અને ફણસી લઈ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
- બાદમાં બટેટાની છાલ ઉતારી સમારી લો, ફણસીને નીચે ઉપર બંને બાજુથી સમારી લો.
શાકને ખાવાની રીત :
ફણસી બટેટાનું શાક ગરમા ગરમ ફૂલકા રોટલી સાથે આરોગવાની મજા જ અલગ હોય છે. એ સિવાય તેને તમે પરોઠા અથવા તો થેપલાં, ભાખરી, પૂરી સાથે પણ ખાઈ શકો છો. ગરમા ગરમ નાન સાથે પણ આ શાકનો સ્વાદ ચટાકેદાર લાગે છે.
ફણસી બટેટાના શાકને કઈ રીતે સ્ટોર કરવું? :
શક્ય હોય ત્યાં સુધી ફણસી બટેટાનું શાક ગરમા ગરમ જ ખાઈ લેવું અને જો સ્ટોર કરવું હોય તો શાક રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને બાઉલમાં કાઢી ઢાંકીને ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. જો કે ફ્રીઝમાં લાંબો સમય સુધી સ્ટોર કરવાથી શાકનો સ્વાદ જળવાતો નથી તેથી શક્ય હોય ત્યાં સુધી ઘરમાં ગરમ જ ઉપયોગ કરી લેવો.
ફણસી અને બટેટામાં રહેલા વિટામિન :
ફણસીમાં વિટામિન એ, બી અને એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય આયર્ન, બીટા કેરોટિન, પોટેશિયમ, કોપર તથા પ્રોટીન પણ પૂરતાં પ્રમાણમાં મળી આવે છે.
જ્યારે બટેટામાં ઝીંક, ફાઈબર, આયર્ન અને કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે. એટલું જ નહીં તેમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, બી-કોમ્પ્લેક્સ, વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે.
ફણસી અને બટેટાના શાકના સેવનથી થતાં ફાયદા :
ફણસીના સેવનથી ડાયેરિયા તથા કોલેરાના રોગ સામે રક્ષણ મળે છે. ખંજવાળ સહિત ત્વચા સંબંધી દરેક સમસ્યામાં મદદરૂપ થાય છે. એનિમિયા તથા થાઈરોઈડમાં પણ તે ઉપયોગી નિવડે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે.
બીજી બાજુ બટેટાના સેવનથી કિડની સ્ટોન દૂર થાય છે. પાંચનતંત્ર પણ મજબૂત થાય છે અને વજનને નિયંત્રણમાં રાખે છે. અલ્ઝાઈમરના દર્દી માટે પણ બટેટાનું સેવન ફાયદેમંદ સાબિત થાય છે. હાડકાંને પણ મજબૂત બનાવે છે થતાં કેન્સર સામે પણ રક્ષણ આપે છે.
ટૂંકમાં અનેક વિટામિનથી ભરપૂર ફણસી બટેટાનું શાક તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. શક્ય હોય તો શિયાળાની ઋતુમાં આ શાકને ભરપૂર માણી શકાય.
અન્ય ટિપ્સ :
- ફણસી ખરીદો ત્યારે તે બીજ વગરની જ લેવી, બીજવાળી ફણસીમાં રેસા હશે.
- જો શાકને વધારે ચટાકેદાર બનાવવું હોય તો તેમાં ચાટ મસાલો નાંખી શકો છો.
- આ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં પંજાબી મસાલો નાંખી પંજાબી ફણસી બટેટાનું શાક બનાવી શકો છો, તેને તમે ગરમા ગરમ નાના સાથે ખાઈ શકો છો.
- જો રસાવાળુ શાક બનાવવું હોય તો પાણીનો ઉપયોગ વધુ માત્રામાં કરવો.
- જો કડાઈ ન હોય તો પ્રેશર કુકરનો પણ ઉપયોગ કરી શકાય.
- વધુ ટેસ્ટ માટે 1 ચમચી આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકાય.
સારાંશ :
આ તો હતું સ્વાસ્થ્યપ્રદ અને સાથે જ સ્વાદિષ્ટ ફણસી બટેટાનું શાક. તમે આ રેસિપી પર હાથ અજમાવ્યો કે નહીં અને જો તમે પણ આ રેસિપી બનાવી હોય તો તેનો અનુભવ અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. તો આપણે ફરી મળીશું આવી જ વિટામિન યુક્ત ચટાકેદાર રેસિપી સાથે.
1 thought on “Fansi Bateta Nu Shaak Recipe In Gujarati - ફણસી બટેટાનું શાક”